Thursday, January 23, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : ત્રણ સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : ત્રણ સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મહેંદ્રનગર ચોકડીની બાજુમા વિદેશી દારૂનું વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી કાર્તીકભાઇ ઉર્ફે લાલો ચુનીભાઇ પરમાર (રહે. મહેન્દ્રનગર મહાકાળી ચોકી તા.જી.મોરબી) નામના શખ્સને રોયલ ચેલેંઝ પ્રિમીયમ ડીલક્સ વ્હીસ્કિ ની કાચની શીલપેક રૂ. ૧,૦૪૦/-ની કિંમતની ૦૨ બોટલનાં મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ચંદ્રપુર દરગાહની સામે યાદવ ગેરેજમા રેઈડ કરી મુકતાર યાદવ (રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી) નામના શખ્સને MCDOWELLS NO.1 COLLECTION WHISKY ORIGINAL 750 M.Lની રૂ.૧૫૦૦/- ની કિંમતની બોટલ સાથે પકડી પાડ્યો છે. અને તેના વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ-૬૫એ.એ,૧૧૬-બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે પાડધરા ગામની ચોકડી પાસે વોચ ગોઠવી રાખી જી.જે.૧૩.એ.એચ.૯૮૫૦ નંબરની રૂ.૩,૦૦,૦૦૦/-ની કિંમતની સફેદ કલરની મારૂતી સુઝૂકી કંપનીની ઇકકો કાર રોકી તેના ચાલક અશોકભાઇ પ્રતાપભાઇ અબાસણીયા (રહે.ધમલપર તા.વાંકાનેર જી.મોરબી)ની પૂછપરછ કરતા તેના ઉપર શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન કારમાંથી રૂ.૮૦૦૦/-નીકિંમતનો ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કુલ રૂપીયા ૩,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે અશોકભાઇ પ્રતાપભાઇ અબાસણીયાની અટકાયત કરી છે. ત્યારે તેણે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે આ મુદ્દામાલ દિનેશ ઉર્ફે ભુરો વનાભાઇ કોળી (રહે.સતાપર તા.વાંકાનેર જી.મોરબી ) પાસેથી મેળવ્યો હતો. જેને પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!