મોરબીમાં ગઈકાલે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેને લઈ ઉતરાણમાં શરાબના રસિયાઓ માટે દારૂનો જથ્થો સંગ્રહ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હજી પણ આવનારા સમયમાં આ પ્રકારનો દારૂનો જથ્થો સંગ્રહ કરતા બુટલેગરો મળશે તેવી સંભાવના રહેલી છે. કારણકે ઉત્તરાયણમાં ખાસ લોકો રાત્રે આ પ્રકારની દારૂની પાર્ટી કરતા ઝડપાતા હોય છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે મોરબીનાં લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટીમાં આવેલ જગદિશભાઇ સામતભાઇ સાવધારના રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની પેક કુલ ૪૧ બોટલોનો રૂ.૨૫,૩૧૦/-નો મુદામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. અને તેના વિરુધ્ધ પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઇ),૧૧૬-(બી), મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
બીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે મોરબી રાજકોટ હાઇવે રોડ મિતાણા ચોકડી પાસે રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટની રોયલ બ્લુ માલ્ટ વ્હીસ્કીની શીલબંધ ૩ બોટલો લઇ નિકરેલ વિપુલસિંહ દશરથસિંહ જાડેજા તથા હર્દિપસિંહ શક્તિસિંહ જાડેજા નામના શખ્સોને કુલ રૂ.૯૦૦/-નાં મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આ મુદ્દામાલ રવીરાજસિંહ જગતસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.