Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસની કાર્યવાહી:ગુજસીટોક કેસના ચાર આરોપીઓની મિલકત સીલ કરી બેંક એકાઉન્ટમાં...

મોરબી જીલ્લા પોલીસની કાર્યવાહી:ગુજસીટોક કેસના ચાર આરોપીઓની મિલકત સીલ કરી બેંક એકાઉન્ટમાં પડેલ રોકડ જપ્ત કરાઈ

મોરબી શહેરમાં રાજ્યના ગૃહ વિભાગના આદેશો અનુસાર ગુજસીટોક સહિતના ગંભીર ગુનામાં મોરબીના અતિ સંવેદનશીલ કાલીકા પ્લોટ વિસ્તારના ભાગેડુ આરોપી કુખ્યાત આરીફ મીર સહીત ચાર આરોપીઓની મોરબી જીલ્લા પોલીસ દ્વારા મિલકત જપ્ત કરવામાં આવી છે. મોરબી પોલીસે આરોપીઓની કુલ ૧.૮૦ કરોડની મિલકત તથા આરોપીઓના ભાઈ પત્નીના નામે જુદા જુદા ૨૪ બેંક એકાઉન્ટમાં રહેલા ૧૨.૫૦ લાખ રૂપિયા જપ્ત કરવાની મોરબી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર ખાતે વર્ષ ૨૦૨૧માં નોંધાયેલ ગુજસીટોકના ગુનામા સંડોવાયેલ આરોપીઓ તથા મોરબી જીલ્લામાં ભેગા મળી સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાને મદદગારી કરી ગંભીર પ્રકારના શરીર સબંધી તથા મિલકત સબંધી ગુના માટે સંગઠિત ટોળકી દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ છેલ્લા દસ વર્ષથી આચરતા હતા. ત્યારે આ ગંભીર પ્રકારના ગુન્હાની તપાસનીશ અધીકારીઓ દ્રારા જુદી જુદી દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરી ગુનામા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ મળેલ પુરાવાને આધારે કુલ ૧૮ પૈકી ૧૫ આરોપીઓની અટક કરવામા આવેલ હતા જેમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આરીફ મીર સહિતના ૩ આરોપીઓ ગુજસીટોકના ગુનામાં પોતાની ધરપકડથી બચવા નાસતા ફરતા હોય જેથી આ આરોપીઓ સામે નોંધાયેલ ગુનાઓની આગળની તાપસ ચાલુ હોય ત્યારે મોરબીમાં ગુન્હા આચરતી ટોળકીના લીડર તથા ટોળીના સભ્યોએ તેમના તથા તેમની પત્ની, ભાઇ એમ નજીકના સગા વાલાઓના નામે આ ગુનાહીત પ્રવૃત્તિ આચરી તેમાથી મેળવેલ કાળી કમાણીna આધારે પ્રાપ્ત કરેલ મિલ્કત જપ્ત (ટાંચમાં) લેવા માટે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ(ગુજસીટોક) એકટ-૨૦૧૫ની કલમ ૧૮ મુજબ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

ઉપરોક્ત ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ ૧૮ આરોપીઓ તથા તેઓના પત્ની, ભાઇઓના નામની મિલકત તથા બેંક એકાઉંટ અંગે રેવન્યુ વિભાગ તથા બેંક સાથે સંકલન કરી મિલકત અંગેની માહીતી મેળવી સરકાર દ્વારા મિલકત અંગે વિશ્લેષણ કરવા ચાર્ટડ એકાઉટન્ટની નિમણૂક કરી સી.એ. દ્વારા મિલકતનું વિશ્લેષણ કરી મોકલેલ અહેવાલ મોકલતા જેની ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ગુજસીટોકની કલમ ૧૮ મુજબની સંડોવાયેલ આરોપી ૧૮ પૈકી ચાર આરોપીઓની મિલકત જપ્ત (ટાંચ) તેમજ સંડોવાયેલ આરોપીઓના અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રહેલ રોકડ રકમ જપ્ત કરવા દરખાસ્ત તૈયાર કરી ગૃહ વિભાગમાં મોકલવામાં આવી હતી.

ત્યારે ગૃહ વિભાગમાં મોકલેલ દરખાસ્તના આધારે આવેલ આદેશ મુજબ આરોપી (૧) ઈમરાન ઉર્ફે બોટલ હનીફભાઈ ચાનીયા, (૨) રીયાઝ રજાકભાઈ ડોસાણી, (૩) ઈરફાન અલ્લારખાભાઇ ચોચોદરા, (૪) આરીફ ગુલમહમદભાઈ મીર રહે,બધા મોરબી વાળાઓએ પોતાના તથા પોતાની પત્ની તથા ભાઈના નામે વસાવેલ કુલ-૩૦ સ્થાવર તથા જંગમ મિલ્કત જપ્ત (ટાંચ) કરવા તેમજ અલગ અલગ બેંકોમા રહેલ ૨૪ બેંક એકાઉંટના રોકડા રૂપિયા આશરે ૧૨.૫૦ લાખ જેટલી રોકડ રકમ જપ્ત કરવા હુકમ કરેલ જે ગ્રુહ વિભાગના હુકમના આધારે સુચના મુજબ ટીમ બનાવી સ્થાવર તથા જંગમ મિલકત આશરે રૂ. ૧.૮૦ કરોડની મિલકત જપ્ત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!