Tuesday, October 22, 2024
HomeGujaratમોરબી એસઓજીની કાર્યવાહી:માર્કેટિંગ યાર્ડ નજીકથી બે તમંચા એક પિસ્તોલ તથા એક કારતૂસ...

મોરબી એસઓજીની કાર્યવાહી:માર્કેટિંગ યાર્ડ નજીકથી બે તમંચા એક પિસ્તોલ તથા એક કારતૂસ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી એસઓજી પોલીસે એક શખ્સને ૨ તમંચા, ૧ પિસ્તોલ અને ૧ જીવતા કારતૂસ સાથે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગેટ પાસેથી પકડી લેવામાં આવ્યો છે. હાલ એસઓજી પોલીસે આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હથિયારધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગેટ પાસેથી આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુ ઉર્ફે ટાવર નટુભા જાડેજા ઉવ.૪૨ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ-૩૬૫ વાળાને દેશી હાથ બનાવટના ૨ તમંચા, ૧ પિસ્તોલ તથા ૧ જીવતો કારતૂસ કુલ કિ.રૂ.૨૫,૨૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ પાસેથી ૧ મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૩૦,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!