ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે રાત્રી દરમ્યાન થતી મિલ્કત સંબધી ચોરીઓના બનાવો અટકે તે માટે તકેદારીના પગલાં લેવા અને લોક જાગૃતિ લાવવા માટે તેમજ મહિલા સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવા રેન્જ આઇજી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા જેને લઈને મોરબી પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આજે બેઠકો યોજાવાની છે.
જેમાં મહિલા સુરક્ષા અને ચોરીના બનાવો અટકાવવા મોરબી પોલીસ દ્વારા આજે બપોરે ૧૨:૦૦ વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન ખાતે ટ્યુશન, સ્કૂલ તથા કોચિંગ ક્લાસના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવશે અને સાંજે ૦૬:૦૦ વાગ્યે સોસાયટી ફ્લેટ કે એપાર્ટમેન્ટ ના પ્રમુખો સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં બેઠક યોજી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવશે. તેમજ ટ્રાફિક, રોમિયોનો ત્રાસ જેવા પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.