મોરબી રણછોડનગર-૨ માં જુગાર રમતા બે ઇસમો રોકડા રૂપિયા ૧૨,૭૦૦ સાથે પકડાયા
મોરબી શહેરના વીસીપરા રણછોડનગર-૨ માં પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા અબ્દુલભાઇ ખાનભાઈ મોગલ ઉવ.૭૪ તથા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા ઉવ.૩૦ બન્ને રહે. વીસીપરા પાણીની ટાંકી પાસે મોરબી વાળાને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા રંગેહાથ દબોચી લેવાયા છે, આ સાથે પોલીસે બન્ને આરોપી પાસેથી રોકડા રૂ.૧૨,૭૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી-૨: પ્રભુકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસની રેઇડ આઠ ગેમ્બલર ઝડપાયા
મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રભુકૃપા એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ફ્લેટમાં ફ્લેટધારક ચંદુભાઈ પટેલ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપત્તિનો જુગાર રમી રમાડતો હોવાની મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત રહેણાંક ફ્લેટમાં રેઇડ કરતા, જ્યાં જુગાર રમતા ચંદુભાઈ જગજીવનભાઈ તેલારીયા ઉવ.૪૩ રહે. પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૦૪ મહેન્દ્રનગર મોરબી, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ ભુપતભાઈ કંણઝારીયા ઉવ.૩૮ રહે. લાલપર પાણીના ટાકા સામે મોરબી, અજીતભાઈ બચુભાઈ બારોદરા ઉવ.૩૪ રહે. કુબેર ટોકીજ પાછળ મોરબી, જયેશભાઈ ઈશ્વરભાઈ માનેપરા, ઉવ.૩૪ રહે.લાલપુર મોરબી, કિશોરભાઈ રાજાભાઈ મકવાણા ઉવ.૪૪ રહે. ઉમી રેસીડન્સી બ્લોક B-૧૨ હળવદ રોડ મોરબી-૨, વિજયભાઈ પ્રેમજીભાઈ વાઘેલા ઉવ.૪૫ રહે. મોરબી, લીલાધરભાઈ બેચરભાઈ સંતોકી ઉવ.૫૩ રહે. ત્રાજપર ખારી મોરબી તથા પ્રહલાદભાઈ રવજીભાઈ સંઘાણી ઉવ.૫૩ રહે. ઉમી રેસીડન્સી બ્લોક I-૪ હળવદ રોડ, મોરબી-૨ વાળાને રોકડા રૂ.૨૯,૮૦૦/- સાથે પકડી લેવામાં આવી તમામ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથક ખાતે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ગોલસણ ગામે વાડીના શેઢે જુગાર રમતા ૧૨ જુગારી રોકડા ૧.૬૧ લાખ સાથે ઝડપાયા
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ ટીમને બાતમી મળી કે હળવદ તાલુકાના ગોલસણ ગામે પંચાસરી નામે ઓળખાતી સીમમાં તેજભવિ ભરવાડની વાડીના શેઢે અમુક ઈસમો જુગાર રમે છે, જે બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત સ્થાકે રેઇડ કરતા જ્યાં જુગારની બાઝી માંડી બેઠેલા ભાવેશભાઈ મનુભાઈ ખાંભડીયા ઉ.૩૪ રહે. ગામ ગોલાસણ તા. હળવદ, મેહુલભાઈ જેરામભાઈ રાતૈયા ઉ.૨૫ રહે. ગામ ગોલાસણ તા. હળવદ, મુકેશભાઈ પ્રભુભાઈ દઢયા ઉ.૩૫ રહે.રણછોડગઢ ગામ તા. હળવદ, બેચરભાઈ રઘુભાઈ ચડાણીયા,ઉ.૩૦ રહે. ગામ રાયધ્રા તા. હળવદ, જેરામભાઈ મેરાભાઈ ચરમારી ઉ.૩૫ રહે.ગામ સુંદરગઢતા. હળવદ, રાયધનભાઈ ચંદુભાઈ ખાંભડીયા ઉ.૩૦ રહે.ગામ ગોલાસણ તા. હળવદ, સંજયભાઈ ગેલાભાઈ ખાંભડીયા ઉ.૨૮ રહે. ગામ ગોલાસણતા. હળવદ, દિપકભાઈ કેશાભાઈ વરાણીયા ઉ.૩૨ રહે. જુના ઇશનપુર તા. હળવદ, કુકાભાઈ જગાભાઈ પંચાસરશ ઉ.૩૫ રહે. ગામ શીરોઈ તા. હળવદ, રમેશભાઈ લખમણભાઈ વડેચા ઉ.૩૦ રહે. ગામ શીરોઈ તા. હળવદ, રમેશભાઈ રણછોડભાઈ ચારોલા ઉ.૩૫ રહે. ગામ કવાડીયા તા. હળવદ, મહેશ ઉર્ફે મલો ખીમાભાઈ રાતૈયા ઉ.૨૮ રહે. ગામ કવાડીયા તા. હળવદ વાળાને રોકડા રૂ.૧,૬૧,૨૦૦/-સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના ગોલસણ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ બાઝીગર ઝડપાયા
હળવદ પોલીસ મથક ટીમને મળેલ બાતમીને આધારે પંચો સાથે તાલુકાના ગોલસણ ગામે જુગાર અંગેની રેઇડ કરી હતી, ત્યારે ઉપરોક્ત સ્થળે પહોચતા જ્યાં ત્રણ ઈસમો સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી કહેવાય હતા, જેમાં સંજયભાઈ વાઘજીભાઈ રાતૈયા ઉવ.૩૨, જાલાભાઈ હેમુભાઈ બહાપીયા ઉવ.૩૨ તથા માનસિંગભાઈ મનુભાઈ સુરેલા ઉવ.૩૦ ત્રણેય રહે.ગોલસણ તા.હળવદ વાળાને રોકડા રૂ.૧૪,૫૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેરના તીથવા ગામે તીનપત્તિનો જુગાર ખેલતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
વાંકાનેર તાલુકાના તીથવા ગામે સિપાઈ શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા ગોપીભાઈ ગોરધનભાઈ મકવા, રાજુભાઈ વાઘજીભાઈ સીતાપરા, અર્જુનભાઈ રઘુભાઈ અઘારા, દિપકભાઈ રણછોડભાઈ ભવાણીયા તથા જગદીશભાઈ પ્રવિણભાઈ સીતાપરા તમામ રહે. તીથવા ગામ તા.વાંકાનેર વાળાને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૧૮,૪૭૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.