Thursday, July 3, 2025
HomeGujaratમોરબીના ખાટકીવાસમાં થયેલ માથાકૂટ મામલે બંને પક્ષોના કુલ દશ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી

મોરબીના ખાટકીવાસમાં થયેલ માથાકૂટ મામલે બંને પક્ષોના કુલ દશ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી

મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારમાં ગત રવિવાર ના રોજ બોલેરો ગાડીમાં પશુ તથા ગૌમાસ હોવાની શંકાને લઈને ગાડીનો પીછો કરતા ખાટકીવાસમાં પહોંચી ગયેલા ગૌરક્ષકો અને સ્થાનિકોના ટોળા વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી.જે બાદ એલસીબી એ ડિવિઝન પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી બંને પક્ષોની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ગૌરક્ષક લાલજીભાઇ ઉર્ફે કૌશિક જગદિશભાઇ નીમાવતએ આરોપીઓ (૧)જાકીરહુસેન રહે.મોરબી, (ર)ઇસુ મુસા કટારીયા રહે.મોરબી, (૩) શબ્બીર અબ્બાસ રહે. મોરબી, (૪)હુરબાઇબેન અલીભાઇ રહે. મોરબી, (૫)ફાતમાબેન દાઉદભાઇ રહે.મોરબી, (૬)જીજે-૧૨-બીઝેડ-૮૩૪૬નો ચાલક તથા અન્ય પંદરથી વીસ અજાણ્યા વ્યકિતઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, ફરીયાદી કૌશિકભાઈ ઉર્ફે લાલજીભાઈના મિત્ર સાગર પલાણને એક બોલેરો પીકઅપ જીજે-૧૨-બીઝેડ-૮૩૪૬ વાળી ગાડીમાં કોઇ પશુ ભરેલ હોવાનો શક હોય અને તે તેની પાછળ ખાટકીવાસ ખાતે જતા તેને માર મારતા હોવાનો વોટસઅપ વોઇસ મેસેજ એે.વી.જી.પી. ગૌ રક્ષક દળ ગુજરાત રાજય નામના ગૃપમાં મુકેલ જે મેસેજ સાંભળી ફરીયાદી લાલજીભાઈ ઉર્ફે કૌશિકભાઈ તથા તેનો મિત્ર રવી જીતેન્દ્રભાઇ તેઓને બચાવવા જતા ત્યા દિનેશભાઇ રામજીભાઇને લાકડાના ધોકા વડે તથા ઢીકાપટુનો માર મારતા હોય અને તેને બચાવવા જતા આ ટોળામાં રહેલ આરોપી જાકીર હુસેન તથા આરોપી ઇસુ મુસા કટારીયા અને શબ્બીર અબ્બાસ તથા બે સ્ત્રી હુરબાઇબેન અલીભાઇ અને ફાતમાબેન દાઉદભાઇ તેમજ અજાણ્યા પંદરથી વીસેક વ્યકિતઓ એક સંપ થઇને ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ શબ્બીરે લાકડાના ધોકા વડે માર મારતા હોય તે મુજબની ફરિયાદને આધારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ, સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ દ્વારા આરોપી (૧)મહેબુબ સુલેમાન સુમરા રહે. મોરબી રણછોડ નગર, (૨)સાગર કાંતીલાલ પલાણ રહે. મોરબી જલારામ પાર્ક રણછોડનગર, (૩)રવી હીતેન્દ્રભાઇ પાલા રહે. મોરબી નાની વાવડી, (૪)કૌશીક ઉર્ફે લાલો જગદીશભાઇ નીમાવત રહે. મોરબી નાની વાવડી, (૫)દિનેશભાઇ રામજીભાઇ લોરીયા રહે. મોરબી મહેન્દ્રનગર ઘુંટુ રોડ હનુમંત એપાર્ટમેન્ટ વિરુદ્ધ નોંધાવાયેલી ફરિયાદ મુજબ, અમારે ત્યાં ઘેટા-બકરા દેવા આવેલ બોલેરો પીક-અપ ગાડીમા ગૌ-માંસ ભરેલ હોવાની શંકા રાખી આરોપી મહેબૂબ સુલેમાન તથા આરોપી સાગર પલાણ બોલેરો ગાડીની પાછળ આવેલ અને ફરીયાદી તથા સ્થાનિકો સાથે વાત-ચીત કરતા તેવામા અરોપી રવિભાઇ, કૌશિકભાઈ ઉર્ફે લાલો તથા દિનેશભાઇ લોરીયા ત્યાં આવી વાત-ચીત કરતા અને ત્યાં લતા વાળા ઘણા માણસો ભેગા થઇ જતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. ત્યારે અરોપીઓએ ફરીયાદી તથા સાહેદો સાથે ઝપા-ઝપી કરી ફરિયાદી તથા સાહેદોને સામાન્ય ઇજા પહોચાડી હતી.

જેમાં ગૌરક્ષકએ નોંધાવેલ ફરિયાદ અંગેના ગુનામાં પોલીસે આરોપીઓ ઝાકિર હુસૈન અન્સારી,ઈસુ મૂસા, સબિર તરકબાણ,સિકંદર કટારિયા તેમજ સ્થાનિક એ નોંધાવેલ ફરિયાદના ગુનામાં મહેબૂબ સુમરા,સાગર પલાણ,રવિ પલાણ,કૌશિક નિમાવત અને દિનેશ લોરિયા ની મળી બન્ને ગુનામાં કુલ દશ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!