વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક જુના લાકડધારના રસ્તે આવેલ શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની નોંધણી મોરબી એસ્યુર્ડ એપમાં તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનમાં વિગતો ન આપનાર વેપારી સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાહેરનામાના ભંગ કરવા બદલ મોરબીના વેપારી સંજયભાઈ કાનજીભાઈ જેઠલોજા ઉવ.૩૬ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઢુવા ગામની સીમમાં જુના લાકડાધારના રસ્તે સનરે સિરામિક સામે આવેલી શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝમાં આરોપી સંજયભાઈ પરપ્રાંતિય મજૂરોને કામે રાખતા હતા. આ પરપ્રાંતિય મજૂરોની વિગતો મોરબી એસ્યુર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવી ફરજિયાત છે. સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સંબંધિત કચેરીમાં પણ આ માહિતી આપવા અંગે જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે આરોપીએ પરપ્રાંતિય મજૂરોની નોંધણી તેમજ જરૂરી વિગતો પોલીસ મથકમાં ન આપી જાહેરનામાની અવગણના કરતા વાંકાનેર તાલુકા પોલીસે વેપારી વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.