ટંકારાના નાના ખીજડીયા ગામની સીમમાં ટંકારા પોલીસની તપાસ કામગીરી દરમિયાન વાડી-માલિકે વાડીમાં પરિવાર સાથે ત્રણ મહિનાથી રહેતા પરપ્રાંતીય મજૂરના આધાર-પુરાવા સ્થાનિક પોલીસ મથકમાં જમા કરાવ્યા ન હોવાનું સામે આવતા જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ આરોપી વાડી-માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ટંકારા પોલીસ દ્વારા નાના ખીજડીયા ગામથી ઘુનડા(ખા) જતા રસ્તા પર આવેલી વાડીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વાડીમાં છેલ્લા ત્રણેક મહિનાથી પરિવાર સાથે ખેતમજૂરી કરતા પરપ્રાંતીય મજૂર પ્રવિણભાઈ રમેશભાઈ બામણીયા મૂળ રહે.રોલ લાલ ફળિયું તા.ભાભરા જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો મળી આવ્યો હતો. તપાસમાં તે વાડી-માલિક જયંતીભાઈ પરસોતમભાઈ બારૈયા ઉવ.૫૩ રહે. નાના ખીજડીયા તા. ટંકારા વાળાની વાડીમાં મજૂરી કરતો હોવાનું સામે આવ્યું હતું.
જેથી ટંકારા પોલીસે વાડી માલિક જયંતીભાઈ બારૈયાની પૂછપરછ કરતા તેમણે પરપ્રાંતીય મજૂરોને વાડીમાં કામે રાખ્યા અંગે સ્થાનિક પોલીસ મથકમાં આધાર-પુરાવા જમા કરાવ્યા ન હતા હાલ ટંકારા પોલીસે આરોપી વાડી-માલિક વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ બીએનએસ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






