મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ નજીક આવેલ અન્નપૂર્ણા કાઠિયાવાડી હોટલમાં આવતા મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર હોટલ સંચાલક પુર્ન બહાદુર કમાનસિંગ સાઉદ ઉવ.૨૨ હાલ રહે.ભરતનગર તા. જી. મોરબી મુળ રહે. ૨૧૯૫ રૂપા નીલાયા, સંજીવનીનગર સહકારનગર બેન્ગલુરૂ કર્ણાટક વાળાની મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા અટક નહિ કરી જાહેરનામાના ભંગ કરવા બદલ તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.