પરપ્રાંતિયને ઓરડી ભાડે આપી સંબંધિત પોલીસ મથકમાં વિગતો ન આપતા ગુનો દાખલ કરાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે આધાર પુરાવા લીધા વિના કે સંબંધિત પોલીસ મથકમાં બહારના રાજ્યના નાગરિકોને મકાન ભાડે આપતા મકાનની તપાસણીની કામગીરી કરતા હોય તે દરમિયાન મોરબીના વજેપર શેરી નં.૧૪ માં રહેતા બાબુભાઇ કુંવરજીભાઇ અબાસણીયા ઉવ.૪૯એ પોતાની માલીકીની ઓરડી પરપ્રાંતિય નાગરિકોને ભાડે આપી જેની વિગતો નજીકના પોલીસ મથકમાં ન આપી હોય જેથી તેમની સામે જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અંગેના ભંગ બદલ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.