મોરબીના ગોલ્ડન માર્કેટ નજીક વિદેશી દારૂની પોણી બોટલ સાથે એક પકડાયો
મોરબી શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર ચોકડીથી ગોલ્ડન માર્કેટ શંકાસ્પદ હાલતમાં થેલી લઈને ઉભેલ એક ઇસમને રોકી, તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બોટલમાં ૫૦૦મીલી. જેટલું કેફી પ્રવાહી ભરેલ મળી આવ્યું હતું, જેથી તુરંત આરોપી પીયૂષભાઈ જગાભાઈ નારાયણભાઈ લુખી ઉવ.૩૩ રહે. હાલ ગોલ્ડન માર્કેટ બીજા માળે ગર્વ સેલ્ફ ડ્રાઈવ ઓફિસમાં મૂળરહે.અખતરીયા જી.ભાવનગર વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદમાં ધ્રાંગધ્રા દરવાજા નજીક વિદેશી દારૂના ૧૦ ચપલા સાથે એક ઝડપાયો
હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ધ્રાંગધ્રા દરવાજા અંદર શેરીમાં શંકાસ્પદ હાલતમાં થેલી લઈને નીકળેલ આરોપી મહેશભાઈ જગદીશભાઇ પાટડીયા ઉવ.૨૬ રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળાને રોકી તેની ઓએસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૧૦ બોટલ કિ.રૂ.૧,૦૦૦/-મળી આવેલ હોય જેથી તેની સ્થળ ઉપરથી અટક કરી હળવદ પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી): નવાગામ ગામે નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક પકડાયો,એકની શોધખોળ
માળિયા(મી) પોલીસ ટીમને બાતમી મળી કે, નવાગામ ગામે નદીના કાંઠે શૈલેષ સોલંકી અને ઈરફાન જેડા ભાગીદારીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, અને હાલ આ ભઠ્ઠી ચાલુ હોય જે મુજબની હકીકત મળતા તુરંત માળીયા(મી) પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી ૨૦૦ લીટર ગરમ આથો, ૪૦૦ લીટર ઠંડો આથો, ૧૦ લીટર તૈયાર દેશી દારૂતથા અન્ય સાધનસામગ્રી સહિત ૧૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી શૈલેષભાઇ દેવશીભાઈ સોલંકી ઉવ.૩૨ રહે. મેઘપર તા.માળીયા(મી) વાળાની સ્થળ ઉપરથી અટક કરી હતી, જ્યારે આરોપી ઈરફાન જેડા રેઇડ સમયે હાજર નહિ મળી આવતા તેને પકડી લેવા તજવીજ શરૂ કરી છે. હાલ પોલીસે બન્ને ઈસમો વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના બેલા(રં) ગામે મોટર સાયકલ ઉપર દેશી દારૂની ખેપ મારતા એક પકડાયો:માલ આપનાર મહિલા બુટલેગરનું નામ ખુલતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી તાલુકાના બેલા(રં) ગામે પોલો ચોકડી નજીક બાઇક રજી.નં.જીજે-૩૬-એડી-૭૭૮૯ ઉપર દેશી દારૂની ૩૦૦ કોથળી(૬૦ લીટર) કિ.રૂ.૧૨,૦૦૦/-લઈને નીકળેલ આરોપી અજયભાઇ હસમુખભાઇ વિંઝવાડીયા ઉવ-૨૫ રહે. રણછોડનગર મોરબી વાળાને તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ દેશી દારૂનો જથ્થો આપનાર મહિલા બુટલેગર આરોપી ડીમ્પલબેન હીતેષભાઇ રાઠોડ રહે.વીશીપરા મોરબી વાળીનાં નામની કબુલાત આપતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ દર્શાવી દેશી દારૂ તથા મોટર સાયકલ સહિત કુલ રૂ.૪૨,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.