Friday, June 6, 2025
HomeGujaratમોરબીના રફાળેશ્વરમાં બ્લુ બેલા સ્પામાં જાહેરનામા ભંગ બદલ સ્પા-સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

મોરબીના રફાળેશ્વરમાં બ્લુ બેલા સ્પામાં જાહેરનામા ભંગ બદલ સ્પા-સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ગણેશ ચેમ્બરમાં આવેલ સ્પા પાર્લરમાં એસઓજી પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી, ત્યારે સ્પામાં કામ કરતી વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ મથકમાં જમા નહિ કરાવી જાહેરનામાની અવગણના કરનાર સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી એસઓજી ટીમ જીલ્લા કલેકટરના પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અન્વયે અલગ અલગ સ્પા પાર્લરમાં તપાસની કામગીરીમાં હોય તે દરમિયાન, રફાળેશ્વર ગામે, રફાળેશ્વર નજીક ગણેશ ચેમ્બરમાં બીજા માળે દુકાન નં.૨૦૧ થી ૨૦૬ માં આવેલ બ્લુ બેલા સ્પામાં ચેકીંગ દરમિયાન, સ્પા પાર્લરમાં કામ કરતી મહિલા કર્મચારીના બાયોડેટા ફોર્મ ભરી સંબંધિત પોલીસ મથકમાં જમા નહિ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી તુરંત બ્લુ બેલા સ્પાના સંચાલક રોહિતભાઈ તુસ્તોરામ રિયાંગ ઉવ.૩૨ રહે. હાલ રફાળેશ્વર બ્લુ બેલા સ્પા, મૂળ ઝાઉલનૌમ મિઝોરમ વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી, તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી જરૂરી નોટિસ આપી સમજ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!