મોરબી જીલ્લામાં હોટલ સંચાલકોએ હોટલમાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની હોય છે, ત્યારે શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ જલારામ ગેસ્ટ હાઉસમાં સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરી હોવાનું મોરબી એસઓજી પોલીસ ટીમની ચેકીંગ કામગીરીમાં સામે આવતા તુરંત ગેસ્ટ હાઉસ સંચાલક વિરુદ્ધ જાહેરનામા અંગેના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી એસઓજી પોલીસ ટીમ શહેરના સરદાર રોડ નજીક આવેલ હોટલ/ ગેસ્ટ હાઉસમાં ચેકીંગની કામગીરીમાં હોય ત્યારે જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ જલારામ ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધર્યું હતું ત્યારે જલારામ ગેસ્ટ હાઉસના સંચાલક/મેનેજર હરજીવનભાઈ અવચરભાઈ મેરજા રહે.હાલ જલારામ ગેસ્ટ હાઉસ મૂળરહે. નારણકા ગામ તા.મોરબી વાળાએ ગેસ્ટ હાઉસમાં આવેલ ૮૨ જેટલા ગ્રાહકોની એન્ટ્રી રજીસ્ટરમાં કરી હોય પરંતુ પથિક સોફ્ટવેરમાં નહિ કર્યા હોવાનું સામે આવતા તુરંત સંચાલક/મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.