મોરબી એસ.ઓ.જી. દ્વારા શનાળા રોડ સ્થિત વેલનેસ સ્પા પર દરોડા દરમ્યાન સ્પાના સંચાલકે વર્કરોના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા ન હોવાનું સામે આવતા, જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ હેઠળ સંસાગલકની અટક કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી એસઓજી ટીમ શહેર વિસ્તારમાં ચાર્ટર મુજબ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ દરીયાલાલ સ્કવેર ખાતે શોપ નં. ૧૦૭, ૧૦૮ વેલનેસ સ્પામાં તપાસની કામગીરી અર્થે પહોંચ્યા હતા. જ્યાં સ્પાના રિસેપ્શન પર હાજર સંચાલક હિતેન્દ્ર ઉર્ફે કાનો રાણપરાની પુછપરછ દરમિયાન સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટાના ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા ન હોવાનું જણાવતા, જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાના ઉલ્લંઘન બદલ સ્પા સંચાલક આરોપી હિતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવિણભાઈ રાણપરા ઉવ.૩૯ રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકે બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે