Tuesday, December 24, 2024
HomeGujaratટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા વેપારી પર કાર્યવાહી

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા વેપારી પર કાર્યવાહી

ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. છતાં પણ અમુક વેપારીઓ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે ખીજડીયા ચોકડી ગાત્રળ પાન પાસે પંતગના સ્ટોરમાં રેઈડ કરી એક ઈસમને ચાઇનીઝ ફીરકીનું વેચાણ કરતા ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતાપણ છુપીરીતે આ ઘાતક દોરાનું વેંચાણ ચાલુ છે. જેને લઈ ગઈકાલે ટંકારા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ચાઈનીઝ દોરીના વેચાણ અંગે બાતમી મળતા ખીજડીયા ચોકડી ગાત્રળ પાન પાસે પંતગના સ્ટોરમાં રેઇડ કરી જુબેરભાઇ આદમભાઇ લધડ નામના શખ્સને પ્રતિબંધીત ૪ ચાઇનીઝ ફીરકી (માંજો)નાં રૂ.૨૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!