મોરબીના શકત શનાળા ગામ નજીક રાજપર રોડ ઉપર આવેલ બે ગોડાઉન પરપ્રાંતિય લોકોને ભાડે આપી ભાડા કરાર કે પરપ્રાંતિય લોકોના નામ સરનામાં સહિતીની જરૂરી વિગતો નજીકના પોલીસ મથકમાં ન આપનાર ગોડાઉન માલીક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તે આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મોરબીના શકત શનાળા ગામ નજીક રાજપર રોડ ઉપર તિરૂપતિ પેપર મીલ તેમજ જે.કે.ગ્લાસવેર નામના બે ગોડાઉન બહારના રાજ્યના લોકોને ગોડાઉન-માલીક ડુંગરભાઈ ડાભીએ અને ભાવેશભાઈ મહેતાએ ભાડે આપ્યું હતું, ત્યારે આ બન્ને ગોડાઉન ભાડે આપી તેનો ભાડા કરાર કે બહારના રાજ્યના લોકોના નામ સરનાના, આઈડી પ્રૂફ જેવી જરૂરી વિગતો સંબંધિત પોલીસ મથકમાં આપી ન હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસે ગોડાઉન માલીક આરોપી ડુંગરભાઈ માધાભાઈ ડાભી ઉવ.૪૫ રહે. અવની ચોકડી મેઘાણીની વાડી વાળા તેમજ આરોપી ભાવેશભાઈ રમેશભાઈ મહેતા ઉવ.૪૯ રહે.શનાળા બાયપાસ ઇસ્કોન હાઈટ્સ સી ૬૦૨ વાળા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી બન્ને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.