રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જ ટીમ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્કઆઉટ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
તે દરમ્યાન બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનના ગુન્હા રજી.નં.૦૧૭૫/૨૦૨૦ આઇ.પી.સી. કલમ-૧૪૩, ૧૪૭ વિ. આર્મસ એકટ કલમ-૨૫ (૧-બી) તથા એટ્રોસીટી ૩(૧)(આર)(એસ) વિગેરે મુજબમુજબના હથીયાર બતાવી મારા-મારીના રાયોટીંગ વીથ એટ્રોસીટીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા-ફરતા કુલ-૪ આરોપીઓ જેમાં (૧) હેમંત ગોકળભાઇ અગોલા રહે.માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને વગડીયા રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી (ર) સુરેશ જાદવભાઇ અગોલા રહે. માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને આસુન્દ્રાળી રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી (૩) જસમત લાભુભાઇ અગોલા રહે.માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને ધોળીયા રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી તથા (૪) ગણપત ભાથાભાઇ પનારા રહે. માનપર તા.મુળી સુરેન્દ્રનગર નાઓને આસુન્દ્રાળી રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી હસ્તગત કરી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન ખાતે આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર,પી.એન.મોરી,બી.સી.મીયાત્રા,સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસંગ પરમાર સહિતના જોડાયા હતા.






