Saturday, December 6, 2025
HomeGujaratમોરબીમાં વ્યાજખોર અને હળવદમાં દેશી દારૂમાં સંડોવાયેલા બે આરોપી સામે પાસા હેઠળ...

મોરબીમાં વ્યાજખોર અને હળવદમાં દેશી દારૂમાં સંડોવાયેલા બે આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી

મોરબીમાં સતત વ્યાજખોરીના ગુનાઓમાં પકડાતા એક ઇસમને અને હળવદમાં દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ મહિલાને પાસા હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા છે. જીલ્લા પોલીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તથા હળવદ પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી કામગીરી હાથ ધરાઈ હતી. બંને આરોપીઓને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઈસ્યુ થતાં તેમને અલગ અલગ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં અસામાજિક તત્ત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વ્યાજવટાવ અને દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા લોકો ઉપર કાયદેસરની કડક કામગીરી કરવા જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ તથા અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. આ અનુસંધાને મોરબી શહેર તથા હળવદ તાલુકામાં બે અલગ-અલગ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં દિનેશભાઈ ગગુભાઈ મકવાણા ઉવ.૪૬ રહે.ભક્તિનગર સર્કલ ધર્મસૃષ્ટિ સોસાયટી મોરબી વાળા સામે અવારનવાર વ્યાજખોરીના ગુનામાં કાર્યવાહી થતી આવી છે. જે અનુસંધાને પીઆઇ આર.એસ. પટેલ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર થતાં પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીને પકડીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. બીજી તરફ, હળવદ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના વેપારમાં સંડોવાયેલ ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે.ચીરોડા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ અનેક વખત ગુનાઓ નોંધાયા હતા. જેના પગલે પીઆઇ આર.ટી. વ્યાસ દ્વારા આરોપી ફરીદાબેનને પાસા હેઠળ ડિટેઇન કરવા દરખાસ્ત મોકલવામાં આવી હતી. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટની મંજૂરી બાદ હળવદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઉપરોક્ત મહિલા આરોપીને ઝડપી લઈ બાદમાં તેને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!