Tuesday, May 14, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અવાર નવાર ગુનો કરવાની ટેવ ધરાવતા ચાર ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી...

મોરબી જિલ્લામાં અવાર નવાર ગુનો કરવાની ટેવ ધરાવતા ચાર ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી જિલ્લા પોલીસને સૂચનો કર્યા હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા વિસ્તારમાં શરીર સબંધી ગુન્હા આચરતા બે ઇસમોને પાસા હેઠળ કાર્યવાહી કરી છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારના બે રીઢા ગુનેગારોને પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ અન્વયે મસ્જીદ શેરી, સંધીવાસ, જેતપરમાં રહેતા ઇમ્તીયાઝભાઇ અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા અને ફિરોજભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ ઉર્ફે કાનો કેડાને અગાઉ શરીર સંબધી ગુન્હાઓમાં સંડોવાયેલ હોય જેઓને આજરોજ પાસા એકટ હેઠળ અટકાયત કરી ઇમ્તીયાઝભાઇ અબ્દુલભાઇ ઉર્ફે કાનો કૈડા નામનાં આરોપીને જીલ્લા જેલ,પોરબંદર તથા ફિરોજભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ ઉર્ફે કાનો પૈડાને મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા રહેતા ઇમરાનભાઇ મામદભાઇ પલેજા તથા અલીભાઇ દાઉદભાઇ પલેજા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ. ડિવિઝન મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરી મોરબીનાએ હદપારી મંજુર કરી બંને ઇસમોને મોરબી જીલ્લા, રાજકોટ શહેર,રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી બંને ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓની હદ બહાર મોકલી આપવા તજવિજ હાથ ધરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!