આવતીકાલે તા.૧૭/૦૬/૨૦૨૪ના રોજ મુસ્લિમ ધર્મનો બકરી ઇદનો તહેવાર છે. આ તહેવારની ઉજવણી દરમિયાન સુલેહશાંતિનો ભંગ ના થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તેમજ પશુઓની કતલ મામલે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
મોરબીમાં બકરી ઈદમાં થતી પશુઓની કતલ મામલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અધિકૃત કતલખાનામાં બહાર,જાહેર કે ખાનગી સ્થળોએ જ્યાં બહારથી જોઈ શકાય તે રીતે પશુઓની કતલ કરવી નહિ. બકરી ઈદનાં તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માસ, હાડકા કે અવશેષો જાહેરમાં ફેંકવા નહિ. આ જાહેરનામું તા.૧૫/૬ થી આગામી તારીખ ૧૯/૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ આઇપીસી કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી થશે.તેવું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.