Wednesday, December 18, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામ નજીક ડમ્પરે પાછળથી ટક્કર મારતા એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત

મોરબીના ઘુંટુ ગામ નજીક ડમ્પરે પાછળથી ટક્કર મારતા એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત

મોરબીના ઘુંટુ ગામ નજીક વધુ એક ડમ્પર ચાલક દ્વારા પોતાનું ડમ્પર બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી એકટીવા મોપેડને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જી પોતાનું ડમ્પર સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો. અકસ્માતના બનાવમાં એકટીવા ચાલક ૭૦ વર્ષીય વૃદ્ધને બંને પગે ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી, રાજકોટ બાદ અમદાવાદ સારવારમાં ખસેડાયા હતા, હાલ એકટીવા ચાલક વૃદ્ધ દ્વારા આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી ત્રાજપર ખારી અનંત સોસાયટીમાં રહેતા બાબુભાઇ બીજલભાઈ મગવાનીયા ઉવ.૭૦ કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ગઈ તા.૨૭/૧૧ ના રોજ સવારે પોતાનું એકટીવા રજી.નં. જીજે-૦૩-કેએન-૦૮૫૯ મોપેડ લઈને પોતાના રહેણાંક મોરબીથી હળવદ તાલુકાના વીડી જાબુડીયા ગામે નવા બનતા મંદિરનુ કડીયા કામ કરવા માટે જતા હતા ત્યારે સવારના સાડાસાત પોણા આઠેક વાગ્યાની આસપાસ મોરબી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામ સરકારી દવાખાના સામે પહોચતા પાછળથી એક ટ્રક ડમ્પર રજી નંબએ જીજે-૩૬-કે-૪૬૮૦ વાળાના ચાલકે તેનુ ટ્રક ડમ્પર પુરઝડપે અને ગફલતભરી ચલાવી આવી આગળ જતા બાબુભાઇના એકટીવાને પાછળથી ઠોકર મારી મોપેડ સહિત બાબુભાઈને નીચે પછાડી દીધા હતા, આ અકસ્માતની ઘટનામાં બાબુભાઈને ડાબા પગમા ઢીચણના નીચેના ભાગે ફેકચર કરી તથા જમણા પગમા ઇજા પહોચાડી પોતાના હવાલાવાળુ ટ્રક ડમ્પર એકસીડન્ટ વાળી જગ્યાથી થોડે આગળ મુકી નાશી ગયો હતો.

અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાબુભાઈને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવારમાં રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર બનાવ અંગે એકટીવા ચાલક વૃદ્ધ બાબુભાઇએ ગઈકાલ તા.૧૭/૧૨ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને પકડી લેવા શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!