Sunday, January 5, 2025
HomeGujaratવાંકાનેરમાં અજાણ્યા વાહન પાછળ એક્ટિવા ઘુસી જતા યુવકનું સારવાર દરમિયાન મોત

વાંકાનેરમાં અજાણ્યા વાહન પાછળ એક્ટિવા ઘુસી જતા યુવકનું સારવાર દરમિયાન મોત

વાંકાનેરમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી એક્ટિવા આગળ જઈ રહેલ કોઈ અજાણ્યા વાહન પાછળ ધડાકાભેર અથડાતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવારમાં ખસેડવામાં આવતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં જીનપરા, જુના ચંદ્રપુર રોડ ખાતે રહેતો ભરતભાઈ ઉર્ફે સચીન નાનજીભાઈ જીંજવાડીયા નામનો યુવક ગત તા.૦૩/૦૭/૨૦૨૩ ના રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામા પોતાનું GJ-36-AA-6164 નંબરનુ મોટરસાઇકલ લઈ વાંકાનેર તરફથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઇવે રોડથી પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો. ત્યારે રસીકગઢ જવાના રસ્તા પાસે આવેલ ડીવાઈડર ખાંચા પાસે કોઈ અજાણ્યા વાહનની પાછળ ઠાઠામા એક્ટીવા ભટકાતા અકસ્માતમા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તથા ડાબા હાથે ખંભાના ભાગે તથા મોઢાના ભાગે હોઠ પર ઇજા થતા તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું ગત તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!