પ્રાપ્ત વિગતો અનુસાર શનાળા રોડ ગુ.હા.બોર્ડમાં રહેતા નિલેષભાઈ જેઠાભાઈ ભદ્રાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪નાં રોજ તેનું હોન્ડા કંપનીનું એક્ટીવા સ્કુટર નં. જીજે-૧૦-સીઆર-૯૯૪૨ તેમણે શનાળા રોડ મહેશ હોટલની બાજુની શેરીમાં પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે. પોલીસ બનાવની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.