Friday, January 10, 2025
HomeGujaratમોરબીના લાલપર ગામે આઇસરની હડફેટે એકટીવા ચાલકનું મોત

મોરબીના લાલપર ગામે આઇસરની હડફેટે એકટીવા ચાલકનું મોત

મોરબીના લાલપર ગામ પાસે આઇસર ટ્રકે એકટીવા હડફેટે લેતા એકટીવા ચાલક યુવાનનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી આઇસર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢુ મૂકી નાસી ગયો હતો. ત્યારે પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતની મળતી માહિતી અનુસાર મોરબીના લાલપર ગામ પાસે આવેલ બાપા સીતારામ મઢુલી પાસે એકટીવા રજી.નં જીજે-૩૬-એએચ-૪૭૦૪ લઈને પસાર થતા ઈક્બાલશા કરીમશા શામદારને આઇસર ટ્રક રજી. જીજે-૩૬-ટી-૯૭૩૯ના ચાલકે હડફેટે લેતા મૃતક ઈક્બાલશાને મોઢાના ભાગે તથા બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી આરોપી આઇસર ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ યુનુશા કરીમશા શામદારની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આઇસર ટ્રકના ચાલક વિરુદ્દ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!