મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદથી જ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તથા દુર્ગાવાહિનીના જવાબદાર વ્યક્તિઓ તથા કાર્યકર્તા સાથે ગઈકાલે એકાદશીના પવિત્ર દિવસે અલગ અલગ ગણપતિ મહોત્સવના આયોજનોમાં દર્શનનો લાભ લિધો હતો. તેમજ આગામી તા.૬/૧૦/૨૦૨૩ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રા મોરબી ખાતે આગમન થવાનું છે. તેનું ભવ્ય સ્વાગત થાય અને એ શૌર્ય યાત્રામા બધા જોડાય એના માટે આહવાન પણ કરેલ હતું.