Thursday, December 26, 2024
HomeGujaratદિવાળીના તહેવાર નિમિતે મોરબી ખાતેથી પંચમહાલ, ગોધરા, દાહોદ સહિતના સ્થળોએ વધારાની એસટી...

દિવાળીના તહેવાર નિમિતે મોરબી ખાતેથી પંચમહાલ, ગોધરા, દાહોદ સહિતના સ્થળોએ વધારાની એસટી બસો દોડાવાશે

હિન્દૂ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વ નિમિત્તે મોરબી ખાતેથી પંચમહાલ, ગોધરા, દાહોદ, અમદાવાદ તેમજ રાજકોટ અને જામનગર સહિતના રૂટ ઉપર વધારાની બસો દોળાવવા અંગે મોરબી ડેપો મેનેજર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

દિવાળી તહેવાર નિમિતે મુસાફરોની ભારે ભીડ જામતી હોય છે આથી મોરબી ડેપો ખાતે તા .28/10થી તા 3/ 11 સુધી પંચમહાલ, ગોધરા , દાહોદ તેમજ અમદાવાદ તરફ જવા માટે એકસ્ટ્રા બસો મળી રહેશે. વધુમાં રાજકોટ તેમજ જામનગર તરફ પણ એકસ્ટ્રા બસો મુકવામાં પણ આવશે. વધુમાં કોઇ સીરામીક ફેકટરી યુનિટ સંચાલકોને પોતાના મજુરો અથવા અન્ય મુસાફરો એકી સાથે ગ્રુપમાં મુસાફરી કરવા માંગતા લોકોએ બસ સ્ટેશન સિવાયના અન્ય સ્થળેથી સીધા જ પંચમહાલ તરફ જવુ હોયતે ગ્રુપના એક મુખ્ય વ્યક્તિએ બસ સ્ટેશન ખાતે આવી ડેપો મેનેજરને ચાર દિવસ અગાઉ જાણ કરવાની રહેશે. મુસાફરોને અવગડ ના પડે અને જરૂરીયાત મુજબના સ્થળે, સમયે બસ મેળી શકે તેવા ઉદ્દેશથી નિર્ણય લેવાયો હોવાનું મોરબી ડેપો મેનેજર, ૬૩૫૯૯૧૮૭૩૩ તથા બસ સ્ટેન્ડ ઈન્ચાર્જ ૬૩૫૯૯૧૮૭૩૪ દ્વારા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!