નવયુગ સંકુલ-વિરપરમાં સવારપાળી અને બપોરપાળીમાં આવતીકાલે તા.૧૭/૦૫ ને સોમવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. જેનો સમય સવારે ૦૮:૦૦ થી ૧૨:૩૦ રહેશે નવયુગ સંકુલ અને વિદ્યાલયમાં સાયન્સમાં આકર્ષક સ્કોલરશીપ પણ રાખવામાં આવેલ છે અને એડમીશન મેળવવા માટે ધો .૯ ની છ માસિક પરીક્ષાનું રીઝ૯ટ સાથે લાવવાનું રહેશે અને કોમર્સ વિભાગમાં પણ આકર્ષક સ્કોલરશીપ આપવામાં આવી છે જેમાં ધો .૯ ની સત્રાંત પરીક્ષામાં ૯૦% ઉપર હોય તો બંને વર્ષની સંપૂર્ણ ફી માફી અને ધો. ૯ની કોઇ પણ સ્કુલમાંથી સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ હોય તો બે વર્ષની ૫૦% ફી માફી મળશે તેવી જ રીતે બપોરપાળીમાં પ્રવેશ મેળવનાર વાલીઓને શિક્ષણ ફી માં મોટી રાહત આપવાનો શાળા પરિવારે નિર્ણય કરેલ છે તેના માટે નવયુગ સંકુલ-વિરપર “બા” ની વાડી પાછળ, મો.૯૬૮૭૬૧૨૫૦૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
શિક્ષણ પ્રેમી જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર ખાતે ધો. ૧૧ આર્ટસમાં બપોર પાળીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પણ સોમવારથી શરૂ કરવામાં આવશે અને આર્ટસમાં પણ કોમર્સ વિભાગની જેમ જ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના માટે શાળાનો સંપર્ક કરવા માટે મોરબી નવયુગ સાયન્સ સ્કુલ માટે ૯૯૭૯૮ ૭૬૫૨૦, નવયુગ વિદ્યાલય માટે ૯૮૭૯૦ ૯૭૫૨૦ અને નવયુગ સંકુલ વિરપર માટે ૯૬૮૭૬ ૧૨૫૦૦ તથા ૯૯૨૫૭ ૬૨૬૩૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે