Tuesday, May 7, 2024
HomeGujaratસાહસિક મોરબી ! મોરબીમાં હવે ઓક્સીજન માટે બહાર નહીં જવું પડે !...

સાહસિક મોરબી ! મોરબીમાં હવે ઓક્સીજન માટે બહાર નહીં જવું પડે ! ઓક્સીજન પ્લાન્ટ આજથી શરૂ કરી દેવાયો : રોજના એક હજાર સિલિન્ડર રિફીલિંગ થશે

મોરબીમાં સીરામીક એસોસિએશન દ્વારા ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે ફક્ત ચાટ દિવસમાં જ શરૂ કરવામાં આવેલો આ ઓક્સીજન પ્લાન્ટ રોજના એક હજાર ઓક્સીજનના સિલિન્ડર રીફલિંગ કરશે જેનાથી મોરબીને ઓક્સીજનની થતી કમીને પુરી પાડી શકાશે હાલ સીરામીક એશો.દ્વારા આજથી આ પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે જે તમામ સંસ્થાના અને હોસ્પિટલને ઑક્સિજન પૂરો પાડશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કોરોના કાળમાં ઓક્સીજનની ભારે અછત ઉભી થઇ છે જેના લીધે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે પ્લાન્ટ તૈયાર થઈ ગયા બાદ પણ કેમીકલ ન મળતા આ ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરી શકાયો ન હતો પંરતુ સીરામીક એસોસિએશનની ભારે માંગ બાદ સરકાર દ્વારા આજે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ઉભો કરવામાં આવેલા ઓક્સીજન પ્લાન્ટને કેમીકલ પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં આજથી ઓક્સીજન ટેન્ક મારફતે સિલિન્ડરમાં રીફલિંગ કરવામાં શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં રોજના એક હજાર ઓક્સીજન સિલિન્ડર આ ટેન્ક મારફતે રીફીલિંગ થઈ શકશે.

રાજકોટ સાંસદ મોહન કુંડારીયા એ જણાવ્યું હતું કે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ચાર દિવસમાં જ આ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે ભારત સરકાર અને રાજ્ય સરકારે છ મહિના સુધી જે મંજૂરી મેળવવામાં સમય લાગે છે એ ફક્ત ચાર દિવસમાં જ આપી દેવામાં આવી છે સાથે જ આજના સમયમાં એક એક બોટલની કિંમત છે ત્યારે આ સૌરાષ્ટ્ર આખાને ઓકસીજન પૂરો પાડે તેવો પ્રથમ પ્લાન્ટ છે.

મોરબી સીરામીક એસોસિએશન ના પ્રમુખ નિલેશ જેતપરિયાને જણાવ્યા અનુસાર મોરબીમાં સેકન્ડ વેવમાં ઓક્સીજનની તાતી જરૂરિયાત ઉભી થઇ છે જેમાં સાંસદ મોહન કુંડારીયા દ્વારા પાંચ દિવસમાં શરૂ થનાર ભારતનો પ્રથમ પ્લાન્ટ છે જેમાં આ પ્લાન્ટ જો વ્યક્તિગત ઉભો કરવા જઈએ તો ચાર કરોડ નો ખર્ચ થાય છે પરંતુ આ પ્લાન્ટ ફક્ત પચાસ લાખના નજીવા ખર્ચે આ ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરવામાં મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ફન્ડ અને જગ્યા ફાળવી શરૂ કરવામાં આવ્યો છે.જેમાં દરરોજ ઉપરથી જે મુજબ કેમીકલ આવશે એ રીતે સિલિન્ડર ભરવામાં આવશે અને આ પ્લાન્ટ નો લાભ મોરબીની તમામ હોસ્પિટલ અને સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ સેન્ટરોને આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં બીજા કોરોના કાળના તબક્કામાં મોરબીના ઓક્સીજનની ભારે અછત ઉભી થઇ છે ત્યારે અનેક લોકોએ ઓક્સીજન ના કારણે દમ પણ તોડ્યો છે જેમાં આજે મોરબી સીરામીક એસોસિએશન ને આ ઓક્સિજન પ્લાન્ટ મોરબી માટે ખરેખર ઓક્સીજન સમાન છે જે મોરબી સહિતના તમામ શહેરોને આગામી સમયમાં ઉપયોગી થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!