Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી જિલ્લા ખાતે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની ખાલી પડેલ જગ્યા ભરવાની જાહેરાત

મોરબી જિલ્લા ખાતે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની ખાલી પડેલ જગ્યા ભરવાની જાહેરાત

સરકારના કાયદા વિભાગના તા.૧૨/૦૭/૨૦૨૩ પત્ર મુજબ કાયદા વિભાગના પરિપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૨૩/૧૦૮/હ, તા.૧૫/૦૪/૨૦૨૩ થી આપવામાં આવેલ સૂચનાઓ ધ્યાને લઇ સરકારશ્રીએ મોરબી જિલ્લા કોર્ટ ખાતે કુલ – ૬ (છ) એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની જગ્યા ભરવા માટે પેનલ રચવા નિર્ણય કરેલ છે. જે અન્વયે મોરબી જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટમાં ૬ (છ) એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જગા ભરવા માટે સને- ૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ- ૨૪ (૪) મુજબ તથા સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ- ૫ (૨) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. આથી, કાયદા અધિકારી (નિમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ- ૫ (૨) થી ઠરાવેલ જોગવાઇ અનુસાર નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

(૧) જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોય

(૨) તેઓ ૫૫ (પંચાવન) વર્ષથી વધુ ઉમરના ના હોય અને

(૩) તેઓ પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વની મુદત માટે આવકવેરા કરદાતા હોય.

· આ જગા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ અત્રેની કચેરીની વેબસાઇટ-www.morbi.gujarat.gov.in પરથી તથા અત્રેની કચેરીએથી કચેરી સમય દરમિયાન (રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ, તથા ડિક્લેરેશન ફોર્મ (વિનામૂલ્યે)ની મેળવી, સંપૂર્ણ વિગતો ભરીને જન્મતારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રીટર્ન સામેલ રાખીને અરજી ફોર્મ રજીસ્ટર્ડ પો.એડી અથવા રૂબરૂ “જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી, જિલ્લા સેવા સદન, પહેલો માળ, જિ.મોરબી” ને મોડામાં મોડા તા. /૦૮/૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

•અધૂરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી.

•અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગના ઉમેદવારે જાતિ અંગેની સંપૂર્ણ વિગતો અરજીમાં આપવી અને જાતિ અંગેના સક્ષમ અધિકારીએ આપેલા પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સામેલ રાખવી.

•ઉક્ત ઉમેદવારોની પસંદગી બાદ ઉક્ત જગા ઉપર નિમણૂંક પામનાર ઉમેદવારને ધી ગુજરાત લૉ ઓફિસર્સ એપોઇન્ટમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ રુલ્સ-૨૦૦૯ મુજબ ફી તેમજ અન્ય ભથ્થા મળશે.

•ઉમેદવારોએ આ બાબતે જ્યારે ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

નોંધ:- આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરશ્રીની નિમણૂંક સારુ પેનલની રચના કરવા માટે અત્રેની જાહેરાત નં.એમએજી/મસવ/એડીપીપી/વશી/૫૦૬/૨૦૨૧, તા.૧૮/૦૬/૨૦૨૧ થી પ્રસિધ્ધ કરેલ જાહેરાત જે સરકારના કાયદા વિભાગના પત્ર ક્રમાંક:એલડી/એચએએ/ઇ-ફાઇલ/૧૨/૨૦૨૨/૨૪૮૨/એચ, તા. ૧૬/૦૩/૨૦૨૩ થી રદ કરી નવેસરથી જાહેરાત પ્રસિધ્ધ કરવા સૂચના અપાયેલ છે. પરંતુ, તા.૧૮/૦૬/૨૦૨૧ ની જૂની જાહેરાતમાં જે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી તે પૈકી જે ઉમેદવાર કે જેઓ ફોર્મ ભરવાની છેલ્લી તા. /૦૮/૨૦૨૩ ના રોજ વયમર્યાદા વટાવી ચૂક્યા હોય તો પણ હાલની જાહેરાત અન્વયે ખાસ કિસ્સામાં પૂર્વદ્રષ્ટાંત ન બને તે રીતે અરજી કરવા માટે પાત્ર ગણાશે. જેના સમર્થનમાં અગાઉ તા.૧૮/૦૬/૨૦૨૧ ની જાહેરાત અન્વયે ઉમેદવાર દ્રારા કરવામાં આવેલ અરજીનો પૂરાવો નવી અરજી સાથે રજૂ કરવાનો રહેશે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!