મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થાય તો મળવો અશકય છે. પરંતુ અશકયને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે શકય કરીને બતાવ્યું છે. મોરબી પોલીસે એક બે નહીં પરંતુ ૧,૦૦,૦૦૦/-ની કિમતના મોબાઈલ શોધવામાં સફળતા મેળવી છે.
પોલીસે ચોરી થયેલા મોબાઈલ IMEI નંબરના આધારે ટ્રેસ કરી શોધી કાઢયા છે અને તે મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા. મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી પ્રશંસા કરી હતી. તેમજ પોલીસ પ્રજાની મિત્ર છેએ સુત્ર મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સાર્થક કરી બતાવ્યુ છે. જેમાં રૂ.25,000/-ની કિંમતનો ONE PLUS AC2001, રૂ.20,000/-ની કિંમતનો OPPO A54, રૂ.18,000/-ની કિંમતનો OPPO A16, રૂ.20,000/-ની કિંમતનો OPPO A55, 5,000ની કિંમતનો SUMSUNG S-B110E અને 15,000 ની કિંમતનો REDMI NOTE-5નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ખોવાયેલ કે ચોરી થયેલા મોબાઇલ પરત મેળવી મોબાઇલના મૂળ માલિકોએ ખુશી વ્યક્ત કરી હતી. પોતાનો મોબાઇલ શોધી કાઢવાની પોલીસની કામગીરીને લોકોએ પ્રશંસા કરી હતી.