મોરબીના એડવોકેટ મોરબી માળીયા હાઈવે પરથી પસાર થતા હોય અહીં એક ટ્રક ચાલકે પાર્કીગ લાઈટ કે અન્ય લાઈટ ચાલુ ન રાખતા ટ્રક પાછળ ધુસી જતા ઈજાગ્રસ્ત થયા હતા.
મોરબી નવકાર હાઉસમાં રહેતા અને વકિલાત કરતા દિપક પ્રવિણચંદ્ર ઓઝા મોરબી માળીયા નેશનલ હાઈવે પરથી કાર લઈને પસાર થતા હોય અંહી ટ્રક નં. જી. જે. ૦૫ બીએકસ ૬૫૦૦ના ચાલકે કોઈ પણ જાતની પાર્કિગ લાઈટ કે અન્ય લાઈટ ચાલુ રાખેલ ન હોય અને બેફિકરાઈથી ટ્રક પાર્ક કરેલી હોય એડવોકેટની કાર ટ્રક પાછળ ધુસી જતા કારનું સ્ટીયરિંગ છાતીના ભાગે અથડાતા ઈજાગ્રસ્ત થયા હતા તેમની ફરિયાદ પરથી મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


                                    






