રેલવેની મુંબઈ હેડ ક્વાર્ટર દ્વારા પશ્ચિમ રેલવેના જિલ્લા અને ગૌણ અદાલતો અને અન્ય વૈધાનિક સંસ્થાઓમાં રેલ્વે એડવોકેટ્સ જૂથની રાજકોટ વિભાગમાં નિમણુક કરવામાં આવી છે.જેમાં રાજકોટ વિભાગના અલગ અલગ ડિવિઝનમાં કુલ ૧૫ એડવોકેટ્સની નિમણુક કરવામાં આવી છે જેમાં મોરબીના પણ ત્રણ એડવોકેટ નો સમાવેશ થાય છે.
ભારત સરકાર, રેલ્વે મંત્રાલય (રેલવે બોર્ડ), નવી દિલ્હી દ્વારા પેનલ પરના એડવોકેટ્સના નામોને રેલ્વે એડવોકેટ તરીકે જિલ્લા અને ગૌણ અદાલતો અને અન્ય વૈધાનિક સંસ્થાઓ- રાજકોટ વિભાગ સમક્ષ રેલ્વેના મુકદ્દમાની કામગીરી જોવા માટે મંજૂર કર્યા છે. રેલ્વે બોર્ડ દ્વારા પત્ર નંબર 2022/LC/15/1 તા. 11.04.2023 અને સમયાંતરે સુધારો કરવામાં આવ્યો છે. એડવોકેટ્સની સ્વીકૃતિ મળ્યા બાદ આ પેનલ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના કોર્ટ માટે મીનાક્ષી કિશોરચંદ્ર પંડ્યા, જીજ્ઞેશકુમાર પંડ્યા અને સહદેવ એલ દુધાગરાની, મોરબી કોર્ટ માટે સોનલ પરમાર, મહિધર એચ દવે અને નીતિન કુમાર પંડ્યા તેમજ સુરેદ્રનગર કોર્ટ માટે ભુપેન્દ્ર જનકરાય દ્વિવેદી અને ગોપી રાવલની, દેવભૂમિ દ્વારકા કોર્ટ માટે સોહેલ ઇબ્રાહિમભાઈ ઉધેજા, ભવ્ય રસિકલાલ કોટેચા, જગદીશ મોહનલાલ સાગઠીયા અને ડૉ. ભીખુભાઈ જે ગોહેલની તેમજ જામનગર કોર્ટ માટે હેમેન્દ્ર ડી મહેતા, લતાબેન કે ધોકાઈ અને હર્શિદા ગોવિંદલાલ જેઠવાની નિમણુક કરવામાં આવી છે.તેમજ સાથે જ પશ્ચિમ રેલવે વિભાગને નવી પેનલમાં જેમના નામ સામેલ નથી તેવા એડવોકેટ્સને ફાળવવામાં આવેલા કેસો પાછા ખેંચવા અને આ કેસોને નવી પેનલના એડવોકેટ્સમાં વહેંચવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. અને આ એડવોકેટ્સના પ્રોફેશનલ બિલોને પ્રાથમિકતાના આધારે પ્રક્રિયા કરવા વિનંતી કરવામાં આવી છે.