ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે ત્યારે ગઇકાલ રાત્રિથી મોરબી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ગઇકાલ સાંજે આઠ વાગ્યાથી અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના દરેક તાલુકામાં મેઘમહેર થઈ રહી છે.જેમાં મોરબીમાં કુલ 50mm,માળીયા મીયાણા કુલ 13mm,ટંકારામાં કુલ 33mm,વાંકાનેરમાં કુલ 39mm અને સૌથી વધુ હળવદમાં કુલ 104mm વરસાદ નોંધાયો છે.તેમજ સૌથી વધુ વરસાદ હળવદ પંથકમાં નોંધાયો હતો જેને કારણે હળવદ ઇસનપુર ગામ નજીક વોંક્ડો બે કાંઠે થતા રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.