લાંબા સમય બાદ આખરે મોરબીવાસીઓની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ છે. આજથી ભુજ-રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ત્રણ સ્ટોપેજ આપવામાં આવ્યા છે
મોરબીમાં લાંબા સમય બાદ નવી દૈનિક ટ્રેન મળી છે. રાજકોટ ભુજ વચ્ચે દૈનિક ટ્રેન સેવાનો આજથી શુભારંભ થયો છે. આ ટ્રેનના મોરબી જિલ્લામાં ત્રણ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જે સ્ટોપેજ મોરબી, માળીયા અને દહીસરામાં આપવામાં આવ્યા છે. આ ટ્રેન સેવાથી મોરબીથી રાજકોટ અને કચ્છ તરફ જતા આવતા મુસાફરોને મોટી રાહત મળશે. ત્યારે આજથી પ્રારંભિક તબક્કે શરૂ કરાયેલ ટ્રેનને મોરબી જિલ્લા ભાજપ, મોરબી પત્રકાર એસોસિએશન સહિતના અગ્રણીઓએ વધાવી છે. અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.