અમદાવાદ સરખેજ પોલીસ મથકમાં ઝડપાયેલ તાંત્રિક નવલ સિંહ ચાવડાએ ૧૨ જેટલી હત્યાની કબૂલાત આપી હતી જેમાં રાજકોટની એક મહિલાની હત્યા કરી મૃતદેહને વાંકાનેરમાં દાટી દીધો હોવાની પણ કબૂલાત આપી હતી જેને લઇને આજે તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ થી સરખેજ પોલીસ ના ગુનામાં ઝડપાયેલ તાંત્રિક નવલસિંહ ચાવડા એ ૧૨ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી જેમાં રાજકોટની મહિલા નગ્મા મુક્સમા ની હત્યા કરી મૃતદેહને વાંકાનેર માં દાટી દીધો હોવાની કબૂલાત આપી હતી.
જેને લઇને સરખેજ પોલીસ વાંકાનેર ખાતે આવી પહોંચી હતી અને વાંકાનેર ડીવાયએસપી,પ્રાંત અધિકારી અને પીઆઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધમલપર ફાટક નજીક ખોદકામ કરી ને મૃતદેહ કે તેના અવશેષો શોધવા માટે કવાયત હાથ ધરી હતી જોકે મોડી સાંજ સુધી ખોદકામ ચાલુ હતું ત્યારે આ મામલે હજુ સુધી કોઇ કડી હાથ લાગી નથી.