લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ પ્રથમ વાર ટંકારા પંથકની મુલાકાત લીધી હતી.જેમાં વૃક્ષારોપણ, દેવ દર્શન, ટિફિન બેઠકમાં ભાગ લઈ પરષોત્તમ રૂપાલાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.
રાજકોટમાં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ પરષોત્તમ રૂપાલા દ્વારા પ્રથમ વખત ટંકારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. મોરબીના વાવડી ગામ ખાતે ઈશ્વરીયા મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચલો ગાવ કી ઓર પ્રકૃતિ કે સાથ મોરબી જિલ્લા પરીવાર સમૂહ લગ્ન સમિટી શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી બરવાળા ગામ સમસ્ત દ્વારા વૃક્ષારોપણ અભિયાનના સહભાગી બની પયૉવરણનું જતન કરવા માટે આહવાન કર્યું હતું.
તેમજ પ્રભુલાલ આર. કડીવાર લેખિત પુસ્તક સંસારમાં સંસાર ૐ નું વિમોચન પણ પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહયા હતાં.તેમજ મોરબી ખાતે નવનિર્માણ પામી રહેલ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત કરી હતી ત્યારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટંકારા-પડધરી વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓની ટિફિન બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા જીના અધ્યક્ષસ્થાને યોજાઇ જેમાં સૌ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.
જે પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા ,નરેન્દ્રસિંહ ઝાલા સહિત જિલ્લા પંચાયત, તાલુકા ભાજપ સહિતના સંગઠનના હોદેદારો, કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.