આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને સાથે સાથે આક્ષેપો અને પક્ષોપલટો કરવાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે જેમાં મોરબીના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા આજે ફરીથી વિધિવત રીતે કોંગ્રેસ માં વાપસી કરી છે.
જ્યારે વર્ષ ૨૦૨૦ માં તેઓ ભાજપમાં ગયા હતા ત્યારે તેઓએ ટંકારા પડધરી ધારાસભ્ય લલિત કગથરા અને તે સમયે કોંગ્રેસના નેતા રહેલા હાર્દિક પટેલ પર પૈસા લઈને મોરબી માળીયા સીટ પર જયંતીભાઈ પટેલને ટીકીટ આપવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે ટિકિટના હકદાર ખરેખર તેઓ છે પરંતુ ઉપરોક્ત બન્ને નેતાઓએ આર્થિક લેવડ દેવડ કરી ને ટીકીટ વેચી છે. જે બાબતથી નારાજ થઈને તેઓએ કોંગ્રેસ છોડી હતી અને ભાજપમાં શામેલ થયા હતા અને આ આક્ષેપને લઈને હાર્દિક પટેલ દ્વારા તે સમયે કિશોર ચીખલીયાને માનહાની ની નોટિસ પણ પાઠવવામાં આવી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પદ કે હોદ્દો કોઈના દ્વારા આપવામાં આવતો નથી મેળવવો પડે છે.
ત્યારે આજે ફરીથી કિશોર ચીખલીયા ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાયા છે ત્યારે મજાની વાત તો એ છે કે જેમના પર આર્થિક લેવડ દેવડના આક્ષેપ કર્યા હતા તે ધારાસભ્ય લલિત કગથરા પણ તેમની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે અને ભાજપ માં પદ ન મળતા તેઓ નારાજ થઈને પાછા કોંગ્રેસ તરફ વળ્યાં છે ત્યારે તેઓના કિધેલા શબ્દો કે ‘પદ હોદો આપવામાં આવતો નથી મેળવવો પડે છે ‘આવા તેમના જ શબ્દો પર હવે શું પ્રતિક્રિયા હશે એ જોવું રહ્યું.