ઝૂલતા પુલ ને લગતા વર્ષ ૧૯૪૯ થી વર્ષ ૨૦૨૨ સુધીના તમામ દસ્તાવેજો એકઠા કરીને તપાસ શરૂ કરવામાં આવી છે
મોરબીના ચકચારી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકી ચાર આરોપીઓના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
જે રિમાન્ડ દરમિયાન પોલીસે પુછપરછ કરી હતી અને આરોપી દિપક પારેખ ને સાથે રાખીને ઓરેવા કંપની માં સર્ચ પણ કરવામાં આવ્યું હતું જે બાદ ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થયા તમામ ચાર આરોપી દીપકભાઈ પારેખ,દિનેશભાઇ દવે, દેવાંગ પંચાલ અને પ્રકાશ પંચાલને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અંને દિપક પારેખ તેમજ દિનેશ દવે ના વધુ પાંચ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડની માંગણી નામંજૂર કરતા ચારે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.તેમજ વધુમાં તમામ રજવાળાઓનું વિલિનીકરણ થયા બાદ જ્યારે ઝૂલતો પુલ ભારત સરકાર ના કબજામાં આવ્યો ત્યારે વર્ષ ૧૯૪૯ થી લઈને અત્યારે વર્ષ ૨૦૨૨ સુધીના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.