માળીયા મી.માં યુવકે અગાઉ ઈસમ પાસેથી ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયા બાબતે આરોપીએ બોલાચાલી કરી યુવકને ગાળો આપી જપાજપી કરી છરી વતી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણાના મોટા દહીંસરા ખાતે રહેતા કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલાએ ક્રીપાલસિંહ વિશુભા જાડેજા પાસેથી અગાઉ ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયા બાબતે આરોપીએ મોટા દહીંસરા ગામે જાગનાથ મહાદેવના મંદીર પાસે ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને ગાળો આપી જપાજપી કરી છરી વતી જમણા હાથમા સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.