મોરબીમાં વધુ બે સાતિર ભેજાબાજોએ એક વેપારીને લૂંટી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વેપારીએ વેચવા કાઢેલ ૦૩ ટેન્કરના બે ઈસમોએ રૂ.૫૧,૦૦૦/- ટોકન મની આપી ટેન્કર લઈ જઈ બાકીના રૂ.૩૬,૯૯,૦૦૦/- નહી આપી વેપારી સાથે છેતરપિંડી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ સુર્યકિર્તીનગર સોસાયટી વિભાગ-૨ રૂષીકેશ સ્કુલ પાસે મોરબી પાસે રહેતા હસમુખભાઇ નાજાભાઇ હુંબલ નામના ગાડીનો વેપાર કરતા વેપારી તથા તેના એક ગ્રાહકને પોતાના ૦૩ ટેન્કર વેચવાનાં હોય જેથી દેવાભાઇ ઉર્ફે બાબુભાઇ પંડક (રહે.જામનગર)એ ભુરાભાઇ દાનાભાઇ મોરી (રહે. ગામ રાતડી પોરબંદર)ને ગાડી લેવાની છે. તેવુ કહીને ભુરાભાઇ સાથે ફરિયાદી પાસે આવી ફરિયાદીને વિશ્વાસમા લઇ ફરિયાદીના જી.જે.-૦૩-એઝેડ-૫૭૧૬ તથા જી.જે.-૦૩-એઝેડ-૭૭૧૬ તથા પ્રદિપભાઇના જી.જે.-૦૩-એઝેડ-૬૪૯૫ના ટેન્કરનો સોદો કરી જેની એકની કિંમત રૂ.૧૨,૫૦,૦૦૦/- ગણી કુલ રૂ-૩૭,૫૦,૦૦૦/- ની લઇ ફરિયાદીને વિશ્વાસમા લઇ લખાણ કરાવી ટેન્કરના અસલ કાગળો લઇ એડવાન્સ પેટે રૂ.૫૧,૦૦૦/- આપી બાકીના રૂ.૩૬,૯૯,૦૦૦/- નહી આપી ફરિયાદી સાથે છેતરપીંડી કરતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.