Thursday, June 26, 2025
HomeGujaratભારે ઉકળાટ બાદ મોરબી,ટંકારા અને હળવદમાં વરસાદ:વાતાવરણમાં અને ખેડૂતોના હૃદયમાં ઠંડક પ્રસરી

ભારે ઉકળાટ બાદ મોરબી,ટંકારા અને હળવદમાં વરસાદ:વાતાવરણમાં અને ખેડૂતોના હૃદયમાં ઠંડક પ્રસરી

મોરબી શહેર અને જિલ્લામાં આજે યલો એલર્ટ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જે અંતર્ગત સવારથી શહેરમાં અસહ્ય બફારા સાથે ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યું હતું અને અચાનક બપોર બાદ કાળાડિબાંગ વાદળો સાથે ઠંડા પવન અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો.ત્યારે આ વરસાદને લઈને વાતાવરણમાં અને ખેડૂતોના હૃદયમાં ઠંડક પ્રસરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો છે. આજે મોરબી શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ સાથે બફારાથી ત્રસ્ત લોકો થયા હતા. ત્યારે બપોરના સમયે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ મોરબીના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે. ત્યારે આજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મોરબીમાં ૦૯ મીમી, ટંકારામાં ૬૦ મિમી અને હળવદમાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!