સ્વ.સુખદેવસિંહજી ઝાલા ગુજરાત પોલીસના એક એવા અધિકારી કે જેને નિવૃતિ બાદ પણ લોકો યાદ કરે છે.હા ગઈકાલે તેઓની દુખદ નિધન થયું છે અને જે રીતે પોતાની આગવી ઢબની કામગીરીથી લોકોના દિલમાં વસી ગયા તેનાથી પણ મહાન કાર્ય તેઓએ પોતાના મૃત્યુ બાદ પણ કરી બતાવ્યું છે હા હાલ સોશિયલ મિડિયામાં તેઓએ અગાઉ લીધેલ સંકલ્પ નો પત્ર વાયરલ થયો છે જેમાં તેઓ એ પોતાના મૃત્યુ થકી પણ લોકોને કામ આવી શકે તે પ્રમાણે સંકલ્પો જાહેર કર્યા છે.
નિવૃત ડીવાયએસપી સ્વ. સુખદેવસિંહજી ઝાલા એ થોડા સમય પહેલા કરેલ સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે,મારા મૃત્યુ બાદ મૃતદેહને મેડિકલ કોલેજમાં દાન આપવામાં આવે.આ બાબતે એમ પી.શાહ મેડિકલ કોલેજ, જામનગરમાં એનેટોમી વિભાગના ન.એ/૬૬૨/૧૧ તા.૨૨/૦૯/૧૧ થી સંકલ્પ પત્રમાં પણ ઉલ્લેખ કરાયો છે.જો સુરેન્દ્રનગરની શ્રી સી.યુ.શાહ મેડિકલ કોલેજ મૃતદેહનો સ્વીકાર કરે તો પણ તે સ્વીકાર્ય છે.મારા મૃત્યુ બાદ રોકકળ કરવાની નથી કે ખરખરો કરવાનો નથી કે કોઈ પણ સ્થળે બેસણું રાખવાનું નથી શોક રાખવાનો નથી.સુવાળા, મુંડન ચૂડીકરમ,બારમું,સરાવવાની વિધિ પોત પહેરાવવાની વિધિ, સેજ ભરવી દોહિતર, મુડન ઢાંકવાનો રિવાજ, ગોયણીઓ કરવી, ચોરાસી, વરશી, શ્રાદ્ધમા ભેળવવાની વિધી તિથી, શ્રાદ્ધ કે અસ્થિ વિસર્જન જેવી કોઈ વિધી ન કરવી.મારા મૃતદેહના જે અંગો આંખો,હૃદય,કિડની વિગેરે યોગ્ય હોય તે ડોનેટ કરવાનો પણ સંકલ્પ કરું છું.તેમ સુખદેવસિંહ હનુભા ઝાલાના સંકલ્પ પત્રમાં જણાવવામાં આવ્યું છે.
ત્યારે આ સંકલ્પ થકી તેઓ મૃત્યુ બાદ પણ અમર બની ગયા છે અને હવે સદીઓ સુધી આ મહાન વ્યક્તિત્વ ને લોકો યાદ કરશે