રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે આરોપીઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વરીયાનગરમાં આરોપી સંદિપભાઇના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો વેચાણ માટે લાવવામાં આવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સોઓરડી, વરીયાનગર, શેરી નં.-૭માં રેઇડ કરતા સંદીપભાઇ બેચરભાઇ ચાંઉ તથા અશોકભાઇ દલાભાઇ રાઠોડે સાથે મળી ભારતીય બનાવટની વિદેશી દારૂની હન્ડ્રેડ પાઇપર્સ ડિલક્ષ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૧૬ બોટલો કે જેની કિંમત રૂ.૨૦,૪૦૦/- છે. તે મુદામાલ સાથે રેઇડ દરમ્યાનબન્ને આરોપીઓ હાજર મળી આવતા બંનેને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.