Saturday, January 11, 2025
HomeGujaratબે પુસ્તકો માટે પારિતોષિક મેળવ્યા બાદ મોરબીના શિક્ષક દ્વારા ત્રીજા પુસ્તક 'પંખીને...

બે પુસ્તકો માટે પારિતોષિક મેળવ્યા બાદ મોરબીના શિક્ષક દ્વારા ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું વિમોચન કરાયું

મોરબીના શિક્ષક અને બાળ સાહિત્યકાર પ્રકાશ કુબાવત દ્વારા તેમના ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું કાયવરણ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાની ઝીકિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં બાળ સાહિત્યકાર પ્રકાશભાઈ કુબાવતના બે પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. જે બંને પુસ્તકને પારિતોષિક મળેલ છે. તેમજ પ્રથમ પુસ્તક ‘બાળપરીની વ્યથા’ ને બાળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે. જ્યારે બીજા પુસ્તક ‘પરીરાણીના દેશમાં’ને અંજુ-નરસી વિશિષ્ટ સન્માન-૨૦૨૩ ઘોષિત થયું છે. ત્યારે ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું કાયવરણ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. જેનું વિમોચન  પ્રવીણભાઈ ઠક્કર,યોગેશભાઈ ગઢવી,ગૌરવભાઈ ભટ્ટ, સતિષભાઈ વગેરેને હસ્તે સંપન્ન થયું હતું. જયારે આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન કરાયું હતું. આ સ્નેહમિલનમાં એકાવન જેટલા કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!