મોરબી અને ટંકારામાં સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડાને લઇને કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં ગઈકાલે મોરબીના શનાળા નજીકથી SMC ટીમે 17514 બોટલ દારૂ સહિત 1.11 કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો જે મામલે મોરબી સિટી એ ડિવિઝન પીએસઆઈ એ.વી પાતળીયા અને બીટ જમાદાર એએસઆઇ પી.બી.ઝાલા ને સસ્પેન્ડ કરાયા છે જ્યારે ટંકારામાં SMC ટીમ દ્વારા લજાઈ નજીક ગોડાઉનમાંથી ૧૧.૮૧ લાખનો દારૂ ઝડપી લેવાયો હતો જેને લઇને બીટ જમાદાર શાહિદભાઈ સિદ્દીકી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મોરબી જિલ્લા પોલીસ વડાના નિર્ણય થી પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.