મોરબી શહેરના મુખ્ય માર્ગો પર શિયાળામાં ખાખી વર્દીમાં ગરીબ અને ભિક્ષુક વ્યક્તિઓને ગરમ ધાબળા ઓઢાડવાના સેવાકાર્ય થકી માનવતાની મહેક પ્રસરાવી હતી. જે સેવા કાર્ય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PSI અરૂણભાઇ મિશ્રાની કામગીરીની સરાહના કરી તેમની પ્રશંસા પત્ર એનાયત કરી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. જે કામગીરીની ડીજીપી વિકાસ સહાયે નોંધ લઈ પોલીસ કર્મીને રૂબરૂ મળી પ્રશંસા કરી આગળ પણ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા પોલીસની સારી છબી લોકો સુધી પહોંચાડી લોકોની સેવા કરતા રહો તેમ કહી પોલીસ કર્મીને બિરદાવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI અરૂણભાઇ મિશ્રાએ શિયાળા દરમિયાન મુખ્યમાર્ગો પર ભિક્ષુકોને ગરમ ધાબળા ઓઢાડી સેવાકાર્ય થકી માનવતાની મહેક પ્રસરાવી હતી. જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસંશા પત્ર આપી કામગીરીની સરાહના કરી હતી. મોરબી શહેરના મુખ્ય માર્ગો પર અડધી રાત્રે દુકાનના ઓટલા પર સૂતેલા ગરીબ, અનાથ, ભિક્ષુકોને ગરમ ધાબળા, સાલ ઓઢાડીને શિયાળાની ઠંડીમાં માનવતાપૂર્ણ કામ કર્યું તે ખરેખર સરાહનીય હતું. તે જ પ્રકારે કર્મનિષ્ઠાની સાથે ફરજ બજાવવાની સાથે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પોલીસની લોકોમાં અસરકારાત્મક છબી ઊભી કરવામાં મહત્વ પૂર્ણ યોગદાન સમજી આત્મ સંતુષ્ટિ પ્રાપ્ત કરતા રહો તેવી મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી હતી.ત્યારે પીએસઆઇ અરૂણ મિશ્રાને ડીજીપી વિકાસ સહાયએ રૂબરૂ બોલાવી તેમની કામગીરી બદલ પ્રસંશા વ્યક્ત કરી આગળ પણ પોલીસની સારી છબી લોકો સુધી પહોંચાડી સેવાનું કાર્ય કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી.