Sunday, September 8, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા સુપરસિડ થયા બાદ ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે મુકાયા

મોરબી નગરપાલિકા સુપરસિડ થયા બાદ ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે મુકાયા

મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં બેદરકારી દાખવવા બદલ આખરે નગરપાલિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે મંગળવારે મોડી સાંજે મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવાનો આદેશ કર્યો હતો. આ સાથે જ સરકારે મોરબી નગરપાલિકાને સુપરસિડ કરી અધિક કલેકટર અને ચીફ ઓફિસરની નિમણૂક પણ કરી છે. બ્રિજ કાંડમાં નગરપાલિકા પર લાંબા સમયથી બેદરકારી દાખવવાના આક્ષેપો થઈ રહ્યા હતા. આખરે રાજ્ય સરકારે તેની સામે કડક વલણ અપનાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે મોડી સાંજે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા અંગે સત્તવાર ઓર્ડર કરી દેવામાં આવ્યા હતા અને જેને લઇ હવે મોરબી પાલિકાની બોડીનું વિસર્જન થઈ ગયું છે અને તમામ સત્તા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે રહેશે. ઝૂલતા પુલ દુર્ધટનામાં મોરબી નગરપાલિકાનુ બેજવાબદારી ભર્યું વલણ જોતા શહેરી વિકાસ દ્વારા સુપર સિડ જાહેર કરાઈ છે. જે બાદ આજે ચીફ ઓફિસર તથા અધિક કલેકટરની નિમણુંક કરાઈ છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ડેપ્યુટી કલેકટર ડી.સી.પરમારને મુકાયા છે. જયારે અધિક કલેકટર એન.કે. મુછારને પણ મોરબી નગરપાલિકાના વહીવટદાર તરીકે યથાવત રાખવમાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!