બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એ ડીવીઝન પોલિસ મથકના એ.એસ.આઇ વનરાજસિંહ અગરસિંહ રાણાએ ખુદ ફરિયાદી બનીને આરોપીઓ જગદિશભાઇ પ્રભુભાઇ દેલવાણીયા (ઉ.વ.૪૦ ધંધો.મજુરી રહે, લીલાપર રોડ સરકારી આવાસ યોજના કવાટર્સમા મોરબી) તથા પપુભાઇ સવજીભાઇ દેલવાણીયા (ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે,આનંદનગર શનાળા બાયપાસ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૮ ના રોજ આરોપીઓ પોતાના લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના કવાટર્સમા જાહેર જગ્યા લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. જેમાં સરકાર દ્વારા તમામ પ્રકારના લગ્ન પ્રસંગોમાં સોશીયલ ડિસ્ટન્સ જળવાય અને 100થી વધારે વ્યક્તિઓ એકત્રીત ન થાય તે માટે મનાય ફરમાવેલ તેમ છતા આરોપીઓએ લગ્ન પ્રસંગમા 100થી વધુ વ્યક્તિઓ એકઠા કરી માસ્ક તેમજ સેનેટાઇઝર તથા સોશિયસ ડિસ્ટન્સનુ પાલન ન કરી સરકારના જાહેરનામાનો ભંગ કરી તથા કોરોના વાઈરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારી ભર્યુ ક્રુત્ય કર્યું હોવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.