Friday, December 27, 2024
HomeGujaratમોરબીના ધારાસભ્ય અંજારના ધારાસભ્ય સહિતના ને વર્ષ 2018 માં ફટકારેલી સજા સામે...

મોરબીના ધારાસભ્ય અંજારના ધારાસભ્ય સહિતના ને વર્ષ 2018 માં ફટકારેલી સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરતા નિર્દોષ છોડાયા

મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્યએ વર્ષ ૨૦૦૯ માં કરેલ આચાર સહિત ભંગ બદલ અદાલતે બન્ને ઉપરાંત તે સમયના ભાજપ યુવા મોરચા અગ્રણી અને પાસ આગેવાન મનોજ પનારાને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ અને ૧૦૦૦ ના દંડની સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી હતી.જેમાં આજે સેશન્સ કોર્ટે તમામને નિર્દોષ છોડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા નિવેદન બદલ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્યએ વર્ષ ૨૦૦૯ માં કરેલ આચાર સહિત ભંગ બદલ અદાલતે બન્ને ઉપરાંત તે સમયના ભાજપ યુવા મોરચા અગ્રણી અને હાલના પાસ કન્વીનર મનોજ પનારાને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ અને ૧૦૦૦ ના દંડની સજા કોર્ટે ગત તા. ૧૨ /૦૨/૨૦૧૮ ના રોજ ફટકારી હતી જેને લઈને ચકચાર મચી જવા પામી હતી ત્યારે આજે ઉપરની કોર્ટમાં આ કેસની અપીલ કરતા આજે કેસ ચાલી ગયો હતી અને કોર્ટે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

શુ હતો સમગ્ર કેસ?
આ ચકચારી કેસની વિગત જોઈએ તો ૧૮/ ૩/૨૦૦૯ ના રોજ ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ અને ભાજપ દ્વારા મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મોર્ડન હોલમાં કચ્છના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે નૂતન મતદાર સમારોહ સભા યોજવામાં આવી હતી. જેમાં અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ શિવાભાઈ અમૃતિયાએ મતદારોને અને કાર્યકરોને વધુ મત આપવા માટે રોકડ ઇનામ અને ગ્રાન્ટ ફાળવણીની લાલચ આપી હતી.જેમાં તત્કાલીન ધારાસભ્ય અમૃતીયાએ મોરબીમાં જે વિસ્તાર વધુ માટે આપે તે કાર્યકરોને 1.51 લાખ અને તત્કાલીન અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્યે તેમના વિસ્તારમાં ભાજપને વધુ મતો આપનાર વિસ્તારને 5 લાખની ગ્રાન્ટ ફાળવણી જાહેરાત કરી હતી. જેથી આ બાબતે બંને તત્કાલીન ધારાસભ્ય અને ભાજપના તત્કાલીન યુવા મોરચાના અગ્રણી અને સભાના આયોજક મનોજ પનારા વિરુદ્ધ તે સમયે સભા માં મતદારો અને કાર્યકતોને લલચાવે ફોસલાવે તેવા નિવેદન કરવા બદલ આચાર સાહિતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.આ અંગેનો કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના પૂર્વ આગેવાન અને હાલના પાસના અગ્રણી મનોજ પનારાને એક- એક વર્ષની કેદ અને એક હજારના દંડની આજ ફટકારી હતી.આ ચકચારી કેસમાં સરકારી વકીલ આર.એ.ગોરીની દલીલો માન્ય રાખી અદાલતે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૭૧ ( બ ) મુજબ સજા સંભળાવી રાજકીય હોદેદારોને બોધપાઠ રૂપ કડક ચુકાદો આપ્યો હતો.બાદ મા સેસન્શ કોર્ટ માં જામીન માટે ની અરજી કરતા જામીનમુક્ત કર્યા હતા જેમાં બાદમાં અપીલ કરી હતી જે કેસ આજે સેશન્સ કોર્ટમાં ચાલી જતા હાલના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાહિતનાઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. જેમાં તમામ આજે કોર્ટમાં હાજર રહ્યા હતા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!